ટીમ ભલે નંબર-૧ ન બને પરંતુ રમતના નિયમો સાથે છેડછાડ નહિ : જસ્ટિન લેંગર

0
9

મેલબોર્ન,તા.૧
ભારત સાથે સિરીઝ શરૂ થયા પહેલા જ સૌથી વધારે ચર્ચા ઓસ્ટ્રેલિયન ટીમના વ્યવહાર પર થઈ રહી છે. બધા જ પૂર્વ ખેલાડીઓ આ બાબતે પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે. હવે આના પર ટીમ ઓસ્ટ્રેલિયન કોચ જન્સ્ટિ લેંગરે આ બાબતે પોતાની ટીમને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ટીમ ભલે દુનિયાની નંબર-૧ ટીમના બને પરંતુ રમતના નિયમો સાથે છેડછાડ કરવી જાઈએ નહી. બોલ ટેમ્પરિંગની ઘટના બાદ લેંગરનું આ નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ‘એલીન ઓનેસ્ટી’ એટલે કુલીન ઈમાનદારીના નારા પર વાત કરતાં લેંગરનું કહેવું હતું, આઠ મહિના પહેલા સાઉથ આફ્રિકામાં જે થયું તેને જાતા આપણે આપણા સ્ટેન્ડર્ડને ઉપર લાવવો જ પડશે. ઈમાનદારી ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ શબ્દ છે. તે ખુબ જ જરૂરી છે કે, ખેલાડી મેદાન પર કેવો વ્યવહાર કરે છે. હું પ્રથમ દિવસથી કહી રહ્યો છું. મેદાન પર ખેલાડીઓને અપશબ્દ કહેવાની કોઈ જ જરૂરત નથી.
બોલ ટેમ્પરિંગની ઘટના બાદ ડેરેન લીમન બાદ કંગારૂ ટીમની કોચિંગ સંભાળનાર લેંગર પોતાની ટીમ માટે સંદેશ સાફ છે મેદાન પર જારદાર ખેલ બતાવો અને રમત સાથે વ્યવહારમાં પણ નંબર ટીમ બનો. હવે જાવાનું રહેશે કે, ૬ ડિસેમ્બરથી શરૂ થનાર સિરીઝમાં લેંગરના આ નિર્દેશની અસર કેવી દેખાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY