મુંબઈ,તા.૧
બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ અરબાઝ ખાનથી અલગ થયાનાં ૨ વર્ષ પછી પોતાના નામની પાછળથી ‘ખાન’ હટાવી દીધું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ અપડેટ કર્યું છે. અરબાઝથી અલગ થયા પછી પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મલાઇકા અરોરા ખાન જ હતુ, પરંતુ હવે તેને પોતાના નામમાંથી ‘ખાન’ હટાવી દીધું છે. આવુ કરીને મલાઈકાએ પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોરા ૨૦૧૬માં અરબાઝ ખાનથી અલગ થઈ હતી અને મે, ૨૦૧૭માં બંનેએ તલાક લઈ લીધા હતા.
તાજેતરમાં જ મલાઇકાને ડેટિંગ પર પુછવામાં આવતા પોતાનો વિચાર જણાવતા કહ્યું હતુ કે, “હું આ બધા માટે નવી છું. મે ક્્યારેય ડેટિંગ નથી કર્યું. મે જે વ્યÂક્તને ડેટિંગ કરી, તેની સાથે લગ્ન કર્યા.” મલાઇકાને અરબાઝ ખાનથી એક દીકરો છે. મલાઇકાએ પોતાના દીકરા અરહાન વિશે કહ્યું, “મારા દીકરાનાં દરેક ચીજ વિશે પોતાના વિચાર છે. મારા દીકરાની ફ્રેન્ડ્સ મને કૂલ સમજે છે કારણ કે હું કોઈની જિંદગીમાં દખલ નથી કરતી.”
ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાનથી અલગ થયા બાદ અત્યારે મલાઇકા અને અર્જુન કપૂરનાં અફેરની ચર્ચાઓ છે. અર્જુન કપૂર અને મલાઇકા અવાર-નવાર એકબીજા સાથે જાવા મળતા હોય છે. તાજેતરમાં જ અર્જુન કપૂરે કરણ જાહરનાં ચેટ શા ‘કાફી વિથ કરણ’માં કહ્યું હતુ કે તે હવે સિંગલ નથી. મલાઇકાનું કહેવું છે કે તેની પાસે નફરત કરતા લોકો માટે સમય નથી. આ વાત તેણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






