ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને હટાવવા માટે વિપક્ષ દ્રારા શરૂ થયેલ ગતિવિધિ હવે તીવ્ર બની છે અને ઝડપી બની છે. સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસ દ્રારા તેના તમામ સાંસદોની સિગ્નેચર લઈ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં વિપક્ષી કેમ્પ પાસે ૬૫ જેટલી સહીઓ આવી ગઈ છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મહાભિયોગ ચલાવવા માટે જરૂરી સહીઓ કરતાં ૧૫ જેટલી વધુ સહી ભેગી થઈ ગઈ છે તેવો વિપક્ષના કેમ્પનો દાવો છે. આ ઉપરાંત એનસીપી, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ વિપક્ષના આ અભિયાનને ટેકો આપવાની ખાતરી આપી છે.
વિપક્ષનો ટેકો મેળવવા માટે મહેનત કરી રહેલા કોંગ્રેસના એક અન્ય નેતાએ તેમ કહ્યું છે કે, ૫૦ જેટલા કોંગ્રેસના સંસદસભ્યોએ સહીઓ કરી દીધી છે પરંતુ રાહુલ ગાંધીને સર્વવિપક્ષોનો સહકાર અને સમર્થન જાઈએ છે. ત્રણ પ્રાદેશિક પાર્ટીઓ, ત્રિનામુલ કોંગ્રેસ, ડીએમકે અને બીજું જનતાદળ હજુ પણ પોતાનું મન કડવા દેતા નથી અને મહાભિયોગ પ્રસ્તાવ અંગે તેમણે હજુ ટેકાની ખાતરી આપી નથી. વધુમાં વધુ વિપક્ષની પાર્ટીઓને એક મચં પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
એનસીપીના સંસદસભ્ય મજીદ મેમણે પત્રકારોને એવી માહિતી આપી હતી કે, મારા સહિત વિપક્ષના કેટલાક સાંસદોએ દીપક મિશ્રાને હટાવવા માટેના પ્રસ્તાવો માટે સહીઓ કરી દીધી છે. આમ, મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની સામે મહાભિયોગ પ્રસ્તાવ ચલાવવા માટે કોંગ્રેસે ૬૫ જેટલા સાંસદોની સહીઓ લઈ લીધી છે અને હજુ પણ વ્યાપક સર્વસંમતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"