દેશી કબડ્ડી પર હવે વિદેશી પ્રભુત્વ

0
40

ભારતીય પુરૂષ કબડ્ડી ટીમની ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ઇરાનની સામે હાર થયા બાદ ભારતીય ચાહકો ચોંકી ઉઠ્યા છે. પહેલી વખત તો એજ લાગ્યુ કે એક સુવર્ણ ચન્દ્રક ભારતના હાથમાંથી નિકળી ગયો છે. જા કે મામલો માત્ર ગોલ્ડ મેડલ હાથમાંથી નિકળી જવા સુધી મર્યાદિત નથી. મામલો કબડ્ડીમાં અમારી બાદશાહતની સામે ઉભા થયેલા ખતરાનો રહેલો છે. જે રમતમાં અમે અજય રહ્યા છીએ તે રમતમાં પણ અમને હારનો સામનો કરવો પડ્યો છે. કબડ્ડીમાં ભારતની હાર થયા બાદ અનેક નિષ્ણાંતો આને લઇને મથામણ કરી રહ્યા છે. માટીની રમત તરીકે કબડ્ડીને ગણવામાં આવે છે. આ રમતમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે. તમામ લોકો એમ જ માનતા રહ્યા છે કે કબડ્ડીના ભારતીય કિલ્લાને કોઇ તોડી શકે તેમ નથી. પરંતુ હવે આ બાબત પુરતી સાબિત થઇ રહી નથી. કારણ કે હવે કબડ્ડી કોઇ દેશી રમત તરીકે રહી નથી. અમે જે રમતને માટીમાં રમતા હતા તે રમત હવે ભારત સુધી મર્યાદિત નથી તે વૈશ્વિક રમત બની ગઇ છે. આ રમત હવે ભારતીય પેટાખંડમાંથી બહાર નિકળીને દુનિયાભરમાં ફેલાઇ રહી છે.હવે આ ગેમમાં પ્રોફેશનલો છે. પ્રો કબડ્ડી જેવી મોટી પ્રોફેશનલ લીગનુ આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યુ છે. હવે સમય આવી ગયો છે કે એવુ માનવાનુ બંધ કરી દઇએ કે કબડ્ડી તો અમારા ગામે ગામ રમાતી રમત છે. જેથી આ રમતમાં અમારી સામે કોઇ ટકી શકે તેમ નથી. કબડ્ડી ભારતની સૌથી જુની રમત તરીકે છે. તકેની શરૂઆત ક્યારે થઇ તે બાબત કરવી ખુબ મુશ્કેલ છે. પરંતુ એક બાબત તો નક્કી છે કે તે ખુબ જુની રમત છે. ભારતની માટીથી ઉપજેલી કબડ્ડીની રમતની નેશનલ ફેડરેશનની સ્થાપના સામાન્ય રીતે તો વર્ષ ૧૯૫૦માં કરવામાં આવી હતી પરંતુ આ રમતને આંતરરાષ્ટ્ર્‌ીય સ્તરને લોકપ્રિયતા અપાવવાના પ્રયાસમાં એ વખતે શરૂ થયા હતા જ્યારે એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇÂન્ડયાની સ્થાપમા કરવામાં આવી હતી. આ ફેડરેશનના સતત પ્રયાસોના કારણે જ વર્ષ ૧૯૮૨માં નવી દિલ્હીમાં થયેલી નવમી એશિયન ગેમ્સમાં કબડ્ડીને પ્રદર્શન તરીકે સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જા કે તેને વર્ષ ૧૯૮૬માં આગામી એશિયન ગેમ્સમાં સામેલ કરી ન શકાતા આને લઇને નારાજગી જાવા મળી હતી. વર્ષ ૧૯૯૦માં બેજિંગમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં ફરી એકવાર કબડ્ડીની રમતને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જા કે વર્ષ ૧૯૯૦ બાદથી કબડ્ડી એશિયન ગેમ્સમાં અખંડ હિસ્સા તરીકે છે. આ વર્ષે મે મહિનામાં પ્રો કબડ્ડી લીગ માટે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા મુંબઇમાં હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઇરાનના ફાજેલે પ્રથમ દિવસે જ રેકોર્ડ સર્જી નાંખ્યો હતો. કારણ કે ફાજેલને યુ મુંબા ટીમે એક કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. આની સાથે જ તે લીગના પ્રથમ કરોડપતિ ખેલાડી તરીકે બની જવામાં સફળતા મેળવી હતી. ઇરાની ડિફેન્ડરની બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જેની તુલનામાં પાંચ ગણી વધારે રકમ મળી હતી. ફાજેલ લીગના સૌથી બેસ્ટ ડિફેન્ડર ખેલાડીમાં સામેલ કરવામાં આવે છે. જા કે ભારતના મોનુ ગોયત સૌથી વધારે કિંમત પર વેચાનાર ખેલાડી બન્યો હતો. જેને હરિયાણાના સ્ટીલર્સ દ્વારા ૧.૫૧ કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે કોઇ મોટા મલ્ટી સ્પોર્ટસ ઇવેન્ટમાં કબડ્ડીને મહત્વ વર્ષ ૧૯૯૦માં મળ્યુ હતુ. જ્યારે એસિયન ગેમ્સમાં તેને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૦થી ૨૦૧૪ સુધી ભારતીય ટીમ દરેક વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતતી રહી છે. વર્ષ ૨૦૧૦માં એશિયન ગેમ્સમાં પ્રથમ વખત મહિલાઓ પણ કબડ્ડીમાં નજરે પડી હતી. વર્ષ ૨૦૧૦માં અને વર્ષ ૨૦૧૪માં ભારતીય મહિલા ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જા કે વર્ષ ૨૦૧૮માં ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતવામાં હેટ્રિક નોંધાવી શકી ન હતી. કબડ્ડી વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ત્રણ વખત ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૬માં વિજેતા બની છે. ત્રણ વખત ભારતીય ટીમ વિજેતા રહી અને ત્રણેય વખત હારનો સામનો ઇરાનને કરવો પડ્યો હતો. જે દર્શાવે છે કે હવે ભારતની સૌથી નજીકની હરિફ ટીમ તરીકે ઇરાન થઇ ગઇ છે.
આ બાબત પણ ધ્યાન આપવા લાયક છે કે વર્ષ ૧૯૯૦થી લઇને ૨૦૧૮ સુધી કુલ ૧૨ દેશ જ એશિયન ગેમ્સમાં ભાગ લેતા રહ્યા છે. મહિલાઓની કબડ્ડી સ્પર્ધામાં આ સંખ્યા તો માત્ર ૧૧ રહી છે. વર્ષ ૨૦૦૬માં ભારતીય ટીમ પ્રથમ વખત એશિયન ખેલમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ઇરાનની ટીમ સતત રમત સુધારી રહી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY