ખાસ કરી ખાનગી પ્રેસ ધરાવતા લોકો પણ સામાન્ય માણસો અને પોલીસ ઉપર રોફ જાડવા માટે પ્રેસ લખાવતા હોય છે,. તેવી જ રીતે સંસદ સભ્ય અને ધારાસભ્ય પણ પણ પોતાના વાહન ઉપર MP અને MLA લખાવતા હોય છે, નિયમ પ્રમાણે કોઈ પણ વ્યકિત પોતાના વાહન ઉપર આવા કોઈ પણ પ્રકારનું લખાણ લખાવી શકે નહીં, કોઈ પત્રકાર હોય અથવા નેતા તેનાથી પ્રજાને શુ ફેર પડે છે. પણ હવે આ પ્રકારની ટેવ ગુજરાત પોલીસ દળમાં ભરતી થયેલા નવા પોલીસ કર્મચારીઓને પણ પડી છે, તેઓ લોકોમાં પોતાનો વટ પાડવા અને રસ્તામાં ટ્રાફિક પોલીસ પકડે નહીં તે માટે પોતાના અંગત વાહન ઉપર પોલીસ લખાવતા હોય છે.
પણ આ પ્રકારનો એક કિસ્સો જુનાગઢના બીલખા પોલીસ સ્ટેશનમાં બન્યો છે, એક પોલીસ કોન્સટેબલ પોતાના બુલેટ મોટર સાયકલ ઉપર ગુજરાત પોલીસનો સીમ્બોલ લગાવી પોલીસ લખાવી ફરતો હતો, એક સિનિયર પોલીસ અધિકારી બીલખા પોલીસ સ્ટેશનની વીજીટ કરવા આવ્યા ત્યારે તેમના ધ્યાન ઉપર આવ્યુ, તેમણે તપાસ કરી તો ખબર પડી કે હાલમાં પોલીસમાં જોડાયેલો લોકરક્ષક પોતાના બુલેટ ઉપર પોલીસનો સીમ્બોલ લગાવી ફરે છે, આ કોન્સટેબલને તાકીદ કરવામાં આવી કે તાત્કાલીક બુલેટ ઉપર પોલીસનું લખાણ અને સીમ્બોલ દુર કરી દેવામાં આવે.
પણ તે કોન્સટેબલને તેની કોઈ અસર થઈ નહીં, તેથી જુનાગઢના પોલીસ સુપ્રીટેન્ડન્ટે બીલખાના પોલીસ ઈન્સપેકટરને પત્ર લખી જણાવ્યુ કે તમારા તાબામાં કામ કરતા લોકરક્ષક આશીષ ભોજાભાઈ વડીયાતરાને પોતાના બુલેટ ઉપરથી પોલીસનું લખાણ દુર કરવાની તાકીદ કરવા છતાં તેણે તે આદેશનો અમલ કર્યો નથી તેથી જુનાગઢ પોલીસ વડા મથક ખાતે બે મહિના સુધી દર સોમવાર અને શુક્રવારના રોજ પરેડ કરવાની રહેશે..
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"