ગુજરાતના ઈતિહાસમાં કબીરવડ ઘણા વર્ષોથી પર્યટક સ્થળ

0
13

નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. મંગલેશ્વર મઢી શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે. અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે.

જો કે એક માન્યતા પ્રમાણે આ સ્થળની કથા એવી છે કે ૧૪માં શૈકામાં શુક્લતીર્થ ક્ષેત્રમાં આવેલા મંગલેશ્વરમાં જીવા અને તત્વો નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં. બંન્ને ભાઈઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનના ઉપાસક હતાં. તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે પુનિત ચરણકમળમાં સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY