વિશ્વકપ પહેલા અફગાનિસ્તાન બોર્ડે કેપ્ટનને હટાવ્યો, ખેલાડીઓએ રાષ્ટ્રપતિને કરી ફરિયાદ

0
9

કાબુલ,તા.૬
અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપના બે મહિના પહેલા ટીમના કેપ્ટન અસગર અફગાનને કેપ્ટન પદે હટાવી દીધો છે. તેના વિરોધમાં ટીમના ઘણા ખેલાડીઓએ અવાજ ઉઠાવ્યો છે. ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અને સ્પિનર રાશિદ ખાને તો દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીને આ મમલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
એક દિવસ પહેલા બોર્ડે અસગરને ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વનડેના કેપ્ટન માટે ગુલબદીન નાઇબનું નામ નક્કી કરવામાં આવ્યું તો, ટેસ્ટ માટે રહમત શાહ અને ટી૨૦ માટે રાશિદ ખાનને સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ રાશિદે ખુદ ટ્‌વીટ કરી અસગરને સુકાની પદેથી હટાવવાનો વિરોધ કર્યો છે.
આઈપીએલમાં રમી રહેલા રાશિદ અને નબીએ બોર્ડના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. રાશિદે પોતાના ટ્‌વીટમાં અફગાન રાષ્ટ્રપતિ ગનીને ટેગ કરીને લખ્યું, હું પસંદગી સમિતિના નિર્ણયથી સંપૂર્ણ રીતે અસહમત છું, કારણ કે આ સંપૂર્ણ રીતે બિનજવાબદાર અને પક્ષપાત ભર્યું છે. વિશ્વ કપ હવે અમારી સામે છે, તેવામાં અસગર અફગાન જ અમારો કેપ્ટન રહેવો જાઈએ. તેની આગેવાની ટીમની સફળતા માટે ખુબ જરૂરી છે. તેવામાં મોટી તક પહેલા સુકાન બદલવાથી અનિશ્ચિતતાનો માહોલ બનશે અને ટીમના આત્મવિશ્વાસ પર અસર પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY