ન્યુ દિલ્હી,તા.૨૯
જાપાનની સરકારે મોદી સરકારને દિવાળીની ભેટ આપી છે. જાપાન ઈંટરનેશનલ કોઆૅપરેશન એજંસી (JICA) અને ભારત સરકાર વચ્ચે મુંબઈ-અમદાવાદ બુલેટ્ર ટ્રેન પરિયોજના માટે લોનનો રૂપિયા ૫,૫૦૦ કરોદ રૂપિયાનો પહેલા તબક્કાની રકમ પણ ફાળવી દીધી છે. બુલેટ ટ્ર્રેન પરિયોજના માટે ડિસેમ્બર મહિનામાં ટેંડર બહાર પાડવાનું કામ પણ હાથ ધરી દેવામાં આવશે. તેવી જ રીતે વર્ષની શરૂઆતથી કામનો આરંભ થઈ જવાની શક્યતા છે.
ભારત અને જાપાન ઈંટરનેશનલ કોઓપરેશન એજંસી સાથે થયેલી સમજુતિ અનુંસાર ભારત જરૂરિયાત પ્રમાણે દર છ મહિને લોનની રકમ લઈ શકશે. આ ઉપરાંત રીતે JICA તરફથી કોલકાતા ઈસ્ટ-વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાવડ મેદાનથી સોલ્ટ લેક સેક્ટર-૫ સુધી મેટ્રો લાઈન બનાવવા માટે ૧૬૦૦ કરોડ રૂપિયાની પણ લોન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ પર ૧૫ ઓગષ્ટ ૨૦૨૨એ દેશના લોકોને બુલેટ ટ્રેનની ભેટ આપવામાં આવે. માટે આ પ્રોજેક્ટનું કામ ઝડપથી પુરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પ્રોકેક્ટ માટે જમીન અધિગ્રહણ કરવાનું કામ ડિસેમ્બરમાં આટોપી લેવામાં આવે તેવી પણ શક્યતા છે. ત્યાર બાદ બાકીના કામો માટે ટેંડર બહાર પાડવામાં આવશે. એવા પણ અહેવાલ છે કે, ભારત સરકાર જાપાન પાસેથી ૧૮ બુલેટ ટ્રેનો ખરીદવાની પણ તૈયારીઓ કરી રહી છે. આ સોદો ૭૦૦૦ કરોડ રૂપિયામાં થઈ શકે છે. આ સમજુતિ અનુંસાર ટ્રેક્નોલોજી ટ્રાંસફર પણ કરવામાં આવશે. જેથી કરીને ભારત ભવિષ્યમાં ઘર આંગણે પણ બુલેટ ટ્રેનનું નિર્માણ કરી શકે.
દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન મુંબઈ થી અમદાવાદ વચ્ચે ચાલશે. આ આકા કોરિડોરની લંબાઈ ૫૦૮ કિલોમીટર છે. કોરિડોર પર બુલેટ ટ્રેનની ઝડપ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે અમદાવાદથી મુંબઈ માત્ર ૨ કલાક કરતા પણ ઓછા સમયમાં પહોંચી શકાસે, હાલ આ અંતર કાપવામાં ભારતીય રેલ ગાડીઓને ૭ થી ૮ કલાકનો સમય જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



