કાબૂલ,તા.૮
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ બાદ આકાશમાં એ જગ્યાએ ચારે બાજુ ધુમાડો-ધુમાડો થઇ ગયો. આ બ્લાસ્ટમાં કાબુલનાં શહર-એ-નાવ ક્ષેત્રમાં થયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ પણ થયાં છે. જાણકારી અનુસાર, બ્લાસ્ટમાં ૯ લોકોને હોસ્પિટલ ખાતે દાખલ પણ કરવામાં આવ્યાં છે. ત્યારે પોલીસે આ બ્લાસ્ટની પુષ્ટિ કરતા કહ્યું કે, હજી સુધી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ હોવાંની જાણકારી નથી.
તમને જણાવી દઇએ કે ૨૫ ડિસેમ્બરનાં રોજ પણ કાબુલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં આતંકી હુમલામાં ૪૩ લોકોનાં મોત થયાં હતાં. આ બ્લાસ્ટમાં ૩૨ લોકોનાં મોત પણ થયા હતાં જ્યારે અંદાજે ૨૦ લોકો ઘાયલ થયા હતાં.
ઉલ્લેખનીય છે કે આજે મુસ્લિમ સમુદાયનાં પવિત્ર માસ રમઝાન મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી. જેમાં પાકિસ્તાનનાં લાહોરમાં આવેલી દાતા દરગાહ પાસે આ બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં ચાર પોલીસ કર્મીઓનાં મોત થયાં છે. તો બ્લાસ્ટમાં ૧૯ લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોÂસ્પટલ ખાતે પણ ખસેડવામાં આવ્યાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



