સુરત લોકસભાની બેઠક માટે ભાજપમાંથી નીતિન ભજીયાવાલા માટે સૌથી વધુ રજૂઆત

0
11

વર્તમાન સાંસદ દર્શના જરદોષ, જનક બગદાણા, રાજુ દેસાઈ, રૂપીન પચ્ચીગર, અસ્મિતા શિરોયાના નામની પણ રજૂઆત
સુરત, તા.૧૫
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. આજે સુરત લોકસભા બેઠક માટે ત્રણ નિરીક્ષકોની પેનલ સમક્ષ ઉધના સ્થિત કમલમ ભાજપા કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળવાની શરૂઆત થઈ છે.
આજે સવારથી ભાજપા કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકોની પેનલમાં ભરતસિંહ પરમાર, ભરત બારોટ અને ભાવનાબેન હવે સમક્ષ દાવેદારોએ રજૂઆત કરવાની શરૂઆત કરી હતી. સવારે ૯ કલાકે ઓલપાડ વિધાનસભા, ૧૦.૩૦ કલાક સુરત-પૂર્વ, ૧૨ કલાકે સુરત-ઉત્તર ૨ કલાકે વરાછા, ૩.૩૦ કલાકે કતારગામ, ૫ કલાકે કરંજ અને ૬.૩૦ કલાકે સુરત પિમ વિધાનસભાના દાવેદારો માટે સમય ફાળવવામાં આવ્યો હતો.
સુરત લોકસભાની સેફ સીટ માટે દાવેદારોમાં રાફડી ફાટી નીકળ્યો હતો. હાલના વર્તમાન સાંસદ દર્શના જરદોષ છેલ્લા બે ટર્મથી ચૂંટા હોવા છતાં મોટા ભાગની રજૂઆતો ઉમેદવાર બદલવા માટે કરાઈ હતી. રજૂઆત કરવા આવનારા ઘણા કાર્યકરો દ્વારા શેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળા માટે દાવેદારી કરવામાં આવી હતી. કેટલાક દાવેદારોએ પોતાના માટે નહીં, પરંતુ નીતિનભાઈ માટે પસંદગી થાય તેવી રજૂઆત પણ કરી હતી. સવારથી બપોર લંચ સમય સુધીમાં રાજુïભાઈ દેસાઈ, રૂપીનભાઈ પચ્ચીગર, અસ્મિતાબેન શિરોયા વતી કાર્યકરોએ દર્શનાબેન જરદોષ, જનકભાઈ બગદાણાવાળા માટે કાર્યકરોએ અને નીતિનભાઈ ભજીયાવાળા માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બપોર સુધીમાં ૬ ઉમેદવારો માટે રજૂઆત થઈ ચૂકી છે. સાંજ સુધી અન્ય ચાર વિધાનસભા માટે વધુ રજૂઆતો થાય તેવી શક્યતા છે.
આવતીકાલે બારડોલી લોકસભા બેઠક માટે ચૂંટણીï નિરીક્ષકો સમક્ષ દાવેદારી થઈ શકશે. બારડોલી ધુલીયા ચાર રસ્તા, પરિશ્રમ પાર્ક ભાજપા કાર્યાલય ખાતે મંગુભાઈ પટેલ, પૂર્ણેશભાઈ મોદી અને જયોતિબેન પંડયાની પેનલ સમક્ષ સવારથી દાવેદારી કરી શકાશે. કામરેજ વિધાનસભાના દાવેદારો બપોરે ૪ કલાક રજૂઆત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY