કાબુલ,તા.૨૧
અફઘાનિસ્તાનના કોચ ફિલ સિમન્સે કહ્યું હતું કે વર્લ્ડકપની સમાપ્તિ પછી તે પોતાના હોદ્દાને છોડી દેશે.
“મેં આ બાબતમાં વિચારીયું છે અને અફઘાનિસ્તાન ક્રિકેટ બાર્ડ (એ. સી. બી.)ને નોટિસ આપી છે કે હું ફરી નવો કોન્ટ્રાક્ટ કરવા ઈચ્છતો નથી અને મારો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી હું કોઈ બીજા ક્ષેત્રમાં રહીશ, એમ સિમન્સને દર્શાવી એક વેબસાઈટે જણાવ્યું હતું.
સિમન્સનો એ. સી. બી. જાડેનો કોન્ટ્રાક્ટ ૧૫મી જુલાઈએ પૂરો થનાર છે. આઈ. સી. સી. વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી રમાનાર છે. ૫૬ વર્ષના સિમન્સે ડિસેમ્બર ૨૦૧૭માં અફઘાનની ટીમના કોચનો હોદ્દો સ્વીકાર્યો હતો અને તેણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનને વર્લ્ડ કપમાં પહોંચાડવાનું લક્ષ્ય પોતે સિદ્ધ કર્યુ છે.
અફઘાનની ટીમ વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ પાંચ વેળા ચૅમ્પિયન બની ચૂકેલ આૅસ્ટ્રેલિયા સામે ૧લી જૂને રમશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




