પાક ટીમમાંથી હટાવ્યા બાદ જુનૈદે મોઢા પર કાળી ટેપ લગાવી વિરોધ કર્યો

0
6

કરાંચી,તા.૨૧
વિશ્વ કપ માટે પાકિસ્તાનની ૧૫ સભ્યોની ટીમમાંથી હટાવ્યા બાદ પાકિસ્તાનના ડાબા હાથનો ફાસ્ટ બોલર જુનૈદ ખાન પરેશાન છે. મુખ્ય પંસદગીકાર ઇંજમામ ઉલ હકે સોમવારે અંતિમ-૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખેલાડીઓનું હાલનું પ્રદર્શન જાતા તેમાં ત્રણ ફેરફાર કર્યાં હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર અને વહાબ રિયાઝને ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
૧૮ એપ્રિલે જાહેર કરાયેલી ૧૫ સભ્યોની પ્રારંભિક ટીમમાં પસંદગીકારોએ આબિદ અલી અને જુનૈદ ખાનની જગ્યાએ ક્રમશઃ આસિફ અલી અને મોહમ્મદ આમિરને સામેલ કર્યાં છે, જ્યારે વહાબ રિયાઝને ફહીમ અશરફની જગ્યાએ બોલાવવામાં આવ્યા છે. જુનૈદે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી ૭૬ વનડેમાં ૧૧૦ વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં તેને બે વનડે રમવાની તક મળી, જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.
૨૯ વર્ષના જુનૈદે પોતાના ટ્‌વીટર પર પોતાની તસ્વીર શેર કરી, જેમાં તેણે મોઢા પર કાળી ટેપ લગાવી રાખી છે. આ સાથે તેણે લખ્યું, ‘હું કશું કહેવા ઈચ્છતો નથી.’ સત્ય કડવું હોય છે. બાદમાં જુનૈદે ટ્‌વીટર પરથી આ પોસ્ટને હટાવી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY