કાબૂલ,તા.૪
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શ્રમિકોને લઇ જઇ રહેલી એક બસમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શ્રમિકોને લઇ જતી એક બસમાં વિસ્ફોટ થવાથી ઓછામાં ઓછા ૫ લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ૧૦ ઘાયલ થયા છે. આ હુમલો ઇદ પહેલાં એવા સમયે થયો જ્યારે એક સરકારી એજન્સી, સ્વતંત્ર વહીવટી સુધારા અને સિવિલ સર્વિસિસ કમિશનના કર્મચારીઓને બસ તેમના ઘરે લઇને જઇ રહી હતી.
આયોગના પ્રવક્તા ફરીદ અહમદે એએફપીને જણાવ્યું કે, બોમ્બ સડક કિનારે ઉભેલી એક સાઇકલ પર રાખ્યો હતો. અહમદે જણાવ્યું, દુર્ભાગ્યવશ અમે પાંચ સહકર્મીઓને ગુમાવ્યા છે અને અમારાં ૧૦ સહકર્મી ઘાયલ છે.
અફઘાનિસ્તાનના ઇસ્લામિક જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. ફરીદ અહમદે જણાવ્યું કે, કાબુલમાં અવાર-નવાર બ્લાસ્ટ થતાં રહે છે. આ હુમલાના એક દિવસ અગાઉ કાબુલમાં વધુ એક બ્લાસ્ટ થયો હતો. યુનિવર્સિટીની બસમાં થયેલાં બ્લાસ્ટમાં સામાન્ય નાગરિકોના મોત થયા હતા. આઇએસએ આ હુમલાની પણ જવાબદારી લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




