મુંબઈ,તા.૪
દર વર્ષની જેમ બાબા સિદીકીએ ઈફ્તાર પાર્ટીનુ આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટીવીથી માંડીને બોલિવૂડનાં મોટા મોટા સેલેબ્સ પણ આવ્યાં હતા. આ પાર્ટીમાં સલમાન ખાનનો આખો પરિવાર હાજર રહ્યો હતો.
આ પાર્ટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પ્રમાણે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જાર્જિયાને સલમાનની બહેન અર્પિતા ખિજાતી જાવા મળે છે. અર્પિતા કહે છે કે તારો દુપટ્ટો સરખો રાખ. વીડિયોમાં જોઈ શકાય છે કે જાર્જિયા પહેલા અરબાઝ ખાન પાસે ઉભી હોય છે અને ત્યારે જ અર્પિતા તેને પાસે બોલાવીને કાનમાં કંઈક કહે છે.
જો કે વીડિયોમાં એ સ્પષ્ટ નથી સંભળાતું કે શું વાત કરી રહી છે. પરંતુ અર્પિતા સાથે વાત કરીને જાર્જિયા તરત જ પોતાનો દુપટ્ટો સરખો કરવા લાગે છે. જ્યારે દુપટ્ટો સરખો ન થયો તો અરબાઝની પાછળ જતી રહે છે અને અરબાઝ તેને કવર કરે છે.
હતું એવું કે પાર્ટીમાં જાર્જિયાએ ઓફ ક્રીમ કલરનો લેંગો પહેર્યો હતો. જેના ટોપમાં ડીપ નેક લાઈન હતી. વીડિયો જાતા એ અંદાજો લગાવી શકાય તે અર્પિતાએ શું સલાહ આપી હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



