સ્કુલવાનમાં સિલિન્ડર ફાટવાથી ૧૨ બાળકો ઘાયલ , ૩ની હાલત ગંભીર

0
4

ભદોહી જિલ્લાના જ્ઞાનપુરમાં
ભદોહી,તા.૧૨
ભદોહી જિલ્લાનાં જ્ઞાનપુરમાં શનિવારે સવારે શાળાની વાનમાં સિલિન્ડર ફાટવાથી ૧૨થી વધુ બાળકો દાઝ્યા હતા, જેમાં ૩ બાળકોની હાલત ગંભીર છે. આ વાન બાળકોને શાળાએ મુકવા માટે જઈ રહી હતી. જ્યારે આ વાન કોતવાલીનાં નથઈપુર નજીક પહોંચી ત્યારે અચાનક જ સિલિન્ડર ધડાકા સાથે ફુટ્યો હતો.
શાળાની આ વાનમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતો સિલિન્ડર લગાવેલો હતો. જેમાં ૧૨ બાળકો સવાર હતા. આ તમામ ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામને સારવાર અર્થે વારાણસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગેની જાણ થતા જ બાળકોનાં માતા પિતા પણ હોસ્પિટલ ખાતે પહોંચી પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેઓ સ્કૂલવેનનાં માલિક સહિત સંબંધિત તમામ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY