મહારાષ્ટ્રમાં સૌથી મોટા મેટ્રો નેટવર્કનું નિર્માણ : કેન્દ્ર સરકાર

0
11

મુંબઈ,તા.૧૬
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશના નવ રાજ્યની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ મેટ્રો રેલવે નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ, પુણે અને નાગપુર સહિત રાજ્યમાં ૨૩૩ કિ.મી. લાંબા મેટ્રો રેલવે નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે.
૨૩૩ કિ.મી.માંથી મુંબઈમાં જ ૧૬૩ કિ.મી. મેટ્રો કોરિડોર બાંધકામ હેઠળ છે, તેમાં કોલાબા-સીપ્ઝ-મેટ્રો થ્રી અન્ડરગ્રાઉન્ડ કોરિડોર, દહિસર-ડી. એન. નગર-મંડાલે-મેટ્રો-ટૂ કોરિડોર, વડાલા-થાણે-કસારવડવલી મેટ્રો-૪ કોરિડોર અને દહિસર (પૂર્વ)-અંધેરી (પૂર્વ) મેટ્રો-૭ કોરિડોરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં બાદ બીજા નંબરે કોલકત્તા છે, જયાં ૧૦૮ કિ.મી. લાંબા મેટ્રો કોરિડોરનું કામ ચાલું છે.
રાજ્યના વિવિધ શહેરની વાત કરીએ તો પુણેમાં ૩૧ કિ.મી. અને નાગપુરમાં અંદાજે ૩૮ કિ.મી. લાંબા મેટ્રો નેટવર્ક પર કામ ચાલુ છે. આ વર્ષના અંત સુધીમાં લોખંડવાલા-વિક્રોલી વચ્ચેના મેટ્રો કોરિડોરનું કામ ચાલુ થતા ૨૦૦ કિ.મી. લાંબો મેટ્રો કોરિડોર બાંધકામ હેઠળ હશે.
જાકે, કાર્યરત મેટ્રો કોરિડોરની વાત કરીએ દિલ્હી મુંબઈ કરતા આગળ છે. હાલમાં મુંબઈમાં માત્ર ૧૧.૪૦ કિ.મી. લાંબો વર્સોવા-ઘાટકોપર કોરિડોર જ છે, જ્યારે દિલ્હીમાં ૨૫૦ કિ.મી. છે.
દરમિયાન અન્ય રાજ્યના બાંધકામ હેઠળના મેટ્રો નેટવર્કમાં ૭૨ કિ.મી. સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે, ત્યારબાદ ૫૨ કિ.મી. લાંબા મેટ્રો કોરિડોર સાથે દિલ્હી અને ૪૪ કિ.મી. સાથે ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY