કાબુલ,તા.૨૫
અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૩ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આત્મઘાતી આતંકી હુમલો કાબુલના સરકારી પરિસરમાં થયો છે. કાબુલના સરકારી પરિસરમાં બોમ્બ વિસ્ફોટની સાથે જ બંદૂકધારીઓએ ફાયરિંગ કરીને લોકોને નિશાન બનાવ્યા હતા. અધિકારીએ જણાવ્યુ છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હિંસાનો આ નવો મામલો છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યુ છે કે લગભગ એક કલાક સુધી ચાલેલા હુમલામાં વીસ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને હુમલામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના સામાન્ય નાગરીકો છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ. અફઘાનિસ્તાનના સરકારી દળોએ વળતી કાર્યવાહીમાં ત્રણ બંદૂકધારીઓને ઠાર કર્યા છે.
કાબુલ ખાતેના સરકારી પરિસરમાં લોકનિર્માણ મંત્રાલય સહીતના અન્ય સરકારી વિભાગો કાર્યરત છે. હુમલા બાદ ૨૦૦ જેટલા સરકારી કર્મચારીઓને બહાર લાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલમાં મંત્રાલયની ઈમારતના દરવાજા નજીક આત્મઘાતી હુમલાખોરે કારબોમ્બ વિસ્ફોટ કર્યો અને બાદમાં બંદૂકધારી હુમલાખોરે ફાયરિંગ કરીને ઈમારતમાં દાખલ થયા હતા. હુમલા વખતે ઈમારતમાં સેંકડો કર્મચારીઓ હાજર હતા અને આમાના કેટલાક કર્મચારીઓએ ખુદને બચાવવા માટે ઈમારતની બહાર કૂદકો પણ માર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



