અખિલેશનો નારો લગાવી રહેલા દિવ્યાંગનાં મોઢામાં ભાજપા નેતાએ દંડો ઘુસેડ્યો

0
23

સંભલ,તા.૨૫
ઉત્તર પ્રદેશના સંભલમાં બીજેપી નેતાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં અમરોહાના બીજેપી નેતા એક દિવ્યાંગના મોંઢામાં ડંડો ઘુસેડતા જાવા મળી રહ્યા છે. આરોપ છે કે, દિવ્યાંગ દારૂના નશામાં અખિલેશ યાદવને વોટ આપવાનો નારો લગાવી રહ્યો હતો. આ જાઈ બીજેપી નેતા નારાજ થઈ ગયા. ત્યારબાદ પોલીસ પણ દિવ્યાંગને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. બીજેપી નેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના સંભલ સદરની એસડીએમ ઓફિસ બહારનો છે. જ્યાં અમરોહના બીજેપી નેતા મોહમ્મદ મિયાંએ રસ્તા પર ઉભા રહેલા દિવ્યાંગના મોંઢામાં ડંડો ઘુસેડી દીધો. એક નહી ત્રણ વખત બીજેપી નેતાએ તેના મોંઢામાં ડંડો ઘુસેડ્યો, તો પણ દિવ્યાંગ ડર્યો નહી અને નારો લગાવતો રહ્યો કે અખિલેશ યાદવને વોટ આપીશું. ત્યારબાદ પોલીસ તત્કાલ દિવ્યાંગને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ.
આ બાજુ પોલીસનું કહેવું છે કે, દિવ્યાંગ દારૂના નશામાં સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદીને ગાળો આપી રહ્યો હતો. જા બીજેપી નેતા વિરુદ્ધ પણ ઉત્પીડનની કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવેશે.
આ બાજુ અમરોહ અને સંભલના જીલ્લા અધ્યક્ષે મોહમ્મદ મિયાં નામના કોઈ પણ વ્યક્તિને પાર્ટીનો નેતા માનવાનો ઈનકાર કરી દીધો. જ્યારે સૂત્રોનું કહેવું છે કે, મુહમ્મદ મિયાંએ અમરોહની ઉઝારી નગર પંચાયત તરફથી અધ્યક્ષ પદ પર બીજેપીની ટિકીટ પર ચૂંટણી લડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY