કોંગ્રેસ અધ્યક્ષે વિદેશમાં ભારતને બદનામ કરવાની સોપારી લીધી છે
ન્યુ દિલ્હી,તા.૨૪
મોદી સરકારે નિશાન બનાવવા પર મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીએ વિદેશ ધરતી પર ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેના થી સ્પષ્ટ છે કે તેમને કોઈને દેશની છબી ખરાબ કરવા માટે સુપારી આપી રાખી છે.
જર્મની પ્રવાસની દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાન સાધ્યા ભારતીય જનતા પાર્ટી પંસદ ન આવ્યું રાહુલે બર્લિનમાં ગુરુવારે કેન્દ્ર સરકારની નિતીઓ પર સવાલ કર્યા તો BJPએ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે લાગે છે કે કોગ્રેસ અધ્યક્ષે વિદેશમાં ભારતને બદનામ કરવાની સોપારી લઈ રાખી છે.
રાહુલ પર પલટવાર કરતા નકવીએ કહ્યું કે નાદાન મિત્ર કરતા હોશિયાર દુશ્મન સારા હોય છે. પરતું આ કહેવત ઉલટી છે. નાદાન દુશમન હોય તો તેનો કાંઇ ઈલાજ ના થઇ શકે.
ભારતીય અર્થવ્યવસ્થાની ચીન સાથે સરખામણી કરવા પર BJP નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી તેમની પાર્ટી અને તેમના પરિવાર ૫૦ વર્ષોનો હિસાબ જોઈ લે. જે પરિવારનો ઇતિહાસ ખરાબ હોય છે. તેમનો મોઢે આવી જ વાત નિકળશે. ૫૦ મહિનામાં દેશે પ્રગતિ કરી છે. દેશની અર્થવ્યવસ્થા મજબુત થઈ છે. છેલ્લા સ્થાને થી વ્યકિત કોઈ ભેદભાવ વગર પ્રગતિની રોશની પહોચ્ચી રહ્યો છે. આ વાત ઘણા લોકો હજમ નથી થતી.
રાહુલ ગાંધીએ બર્લિનમાં ભારતના લોકોને એક કાર્યક્રમને સંબધીત કરતા કહ્યું કે ભાજપ અને કોગ્રેસની વિચારધારામાં અંતર છે, સંઘમાં તમણે કોઈ મહિલા નહી જોવા મળે. તેઓ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે. પરતું કોગ્રેસમાં આવુ નહી દેખવા મળે. રાહુલે કહ્યું કે ભાજપ અને સંધ દેશને ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે. તે લોકો નફરત ફેલાવી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



