સુરત, તા.૨૯
તા.૨૪ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ અને સાર્વજનિક કોલેજ ઓફ લો દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ અધિકારી એડવોકેટ પ્રદીપ જરીવાલાના કુશળ દિગ્દર્શન હેઠળ ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં ડૉ. જાગૃતિ પટેલ, ડૉ. વિક્રમ દેસાઈ, ડૉ. જયંત દેસાઈ અને ડૉ. મનીષા શુકલા દ્વારા એકેડેમિક સટાફ ઓરિએન્ટેશનને લગતી માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોની શૈક્ષણિક લાયકાતને વધુ ઉજાગર કરવાનો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



