ઘસારાથી અરજદારોને ખૂબ મોટી રાહત થશે
સુરત, તા.૨
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સ્થાવર મિલ્કતની તબદીલીના વહેવારો માટે નિયત કરાયેલા દરે ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી ભરપાઇ કરવા માટે ઓનલાઇન સેવાની શરુઆત કરવામાં આવી છે. જેને કારણે માર્ચ ના અંતમાં દસ્તાવેજાની તબદીલી અને નોંધણી કરવા માટે થતાં ધસારાથી અરજદારોને ખુબ મોટી રાહત થઇ જનાર હોવાનું જાણવા મળે છે. જાકે, અરજદારો કેટલાક બહોળા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા ઉભી કરાયેલી આ સેવાનો લાભ લે છે તે જાવાનું રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સ્ટેમ્પ ડ્યુટી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર, ફેંકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પિંગ, સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. સરકાર દ્વારા વધુ જનતાને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નોંધણીપાત્ર દસ્તાવેજામાં સ્ટેમ્પ ડ્યુટી સરળતાથી ગમે તે સમયે, ગમે તે સ્થળેથી ઓનલાઇન ઇ પેમેન્ટ મારફત ચુકવી શકાય તે માટે ઇ-પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રને અનુસંધાને નોંધણીપાત્ર દસ્તાવેજામાં પક્ષકાર ઇ-પેમેન્ટની સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરી દસ્તાવેજ નોંધણીના સમયે ઇ-ચલન રજૂ કરે તો તે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્વીકારવા તથા જરુરી કાર્યવાહી કરવા તમામ સબ રજીસ્ટ્રોને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લાના નોંધણી નિરીક્ષક અધિકારી એસ.એ.રબારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા garvi.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરી અરજદારો જાતે જ ઓનલાઇન ટોકન, ઇ – પેમેન્ટ, ઇ – સ્ટેમ્પિંગ જેવી સુવિધાઓનો લાભ મેળવી શકે છે. આમ થવાથી અરજદારોનો સમય તો બચશે જ, સાથે સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં માર્ચના અંતમાં દસ્તાવેજા નોંધાવવાની પ્રક્રિયામાં જે ઘસારો જાવા મળે છે તે ઘટશે. ઉપરાંત વિભાગને કામગીરી કરવામાં વધુ સરળતાં મળી રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





