સુરત, તા.૨
ઈસ્ટ ઝોન-એ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તા.૧-૩-૨૦૧૯ના રોજ ઈ.ચા.નાયબ આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ ઝોન વિસ્તારમાં સગન પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમ્યાન લંબેહનુમાન વોર્ડ તથા નવાગામ-બી વોર્ડ ઓફિસના વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી સંસ્થા પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિક જાવા મળતા લંબેહનુમાન વોર્ડ ખાતે કિરણ પ્લાસ્ટિક, સમર્પણ એપાર્ટમેન્ટ, ઈશ્વરકૃપા રોડની સંસ્થામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૬૫૦ કિ.ગ્રા. જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નવાગામ-બી વોર્ડ વિસ્તારમાં ક્રિષ્ણા પ્લાસ્ટિક, ૨૫ રાજહંસ શોપિંગ, અનુરાધા સોસાયટીના નાકે, બરોડા પ્રિસ્ટેઝના વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૫૧૬ કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવેલ. આમ બંને સંસ્થાના માલિક સવજીભાઈ કાનાભાઈ કણજરીયા પાસેથી કુલ ૧૧૬૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી બંને સંસ્થા સીઝ કરવામાં આવેલી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




