કડોદરામાં ધાડ અને લૂંટના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ રીઢો આરોપી ઝડપાયો

0
8

પ્રકાશ ઉર્ફે શિવા ઉર્ફે વિકી પાસેથી દેશી તમંચો પણ મળી આવ્યો
કડોદરા, તા.૧૯
તાતીથૈયાના બસ સ્ટેન્ડ પરથી બાતમીના આધારે ગતરોજ કડોદરા પોલીસ સ્ટાફે ધાડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીની દેશી તમંચાની સાથે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે અ.હે.કો. દીપકભાઈ શંકરભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધાડના ગુનાનો વોન્ટેડ આરોપી તાતીથૈયામાં આવવાનો છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસ સ્ટાફે તાતીથૈયામાં બસ સ્ટેન્ડની આજુબાજુ વોચ ગોઠવી બેઠા હતા. ત્યારે ત્યાં આવેલો કડોદરાના ધાડના ગુનાનો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પ્રકાશ ઉર્ફે શિવા ઉર્ફે વિકી શુટર વિનોદ પ્રકાશ સોની ઉ.વ.૨૧ રહે. નેરલ માથેરાન સ્ટેશન મુંબઈ, મુળ નટવર, રાજપુર, બિહારનાઑને પકડી પાડ્યો હતો અને તેની અંગઝડતી લેતા દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તમંચો તેમજ મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. વધુમાં પોલીસે તેના કોર્ટમાં રિમાંડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY