દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક સાથે ત્રણ ડીગ્રીનો વધારો નોધાયો

0
5

સુરતમાં મહત્તમ ૩૬ ડીગ્રી તાપમાન ઃ બપોરના સમયે આકરો તાપ
સુરત, તા.૧૯
માર્ચ મહિનાના ચોથા સપ્તાહ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો વારો વધતા બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઈ રહ્ના છે. આજે અધિકતમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીની આસપાસ નોîધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૧.૨ ડીગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૬ મિલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી ગરમ પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૭ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫ ડીગ્રી નોધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૩.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી નોધાયું છે. આગામી દિવસોમાં ઉનાળાની ગરમીનો અનુભવ થશે. માર્ચ મહિનાના ચોથા સપ્તાહ દરમ્યાન ગરમી વધવા માંડી છે. આવતીકાલે હોળી બાદ ઉનાળાની વિધિવત શરૂઆત થશે અને શહેરીજનોને ઉનાળાનો સામનો કરવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY