પલસાણામાં ૮૫ લાખના નકલી સૂઝનું આખુ ગોડાઉન ઝડપાયું

0
39

બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી નકલી બુટ સપ્લાય કરાતા હતા
કડોદરા, તા.૧૭
પલસાણા તાલુકામાંથી બાતમીના આધારે ગતરોજ એલસીબી પોલીસ સ્ટાફે બલેશ્વરની બંધ મીલના ગોડાઉનમાંથી ૮૪ લાખ ૮૮ હજરના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ બુટનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે આ કામે સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકા વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ ગુનાઓની તપાસમાં હતી. તયારે એએસઆઈ બિપીન રત્નાભાઈ તથા પો.કો. દશરથ બાપાભાઈને બાતમી મળી હતી કે, બલેશ્વરની એક બંધ પડેલી મીલમાં ગોડાઉનમાં ડુપ્લીકેટ બુટનો જથ્થો છુપાવેલો છે. જે બાતમીના આધારે એલસીબીએ બંધ પડેલી સલીમ ફેશïન નામની મીલના ગોડાઉનમાં તપાસ કરતા તેઓને નાઈકી, એડીડાસ વગેરે બ્રાન્ડેડ કંપનીના સીમ્બોલ વાળા બુટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કંપનીઓના અધિકારીઅોને બોલાવી તપાસ કરતા તમામ જથ્થો અસલ બ્રાન્ડની નકલ મુજબનો ડુપ્લીકેટ જથ્થો જણાયો હતો. પોલીસે ૮૪.૪૪ લાખની કિંમતનો ડુપ્લીકેટ બુટ ૪૩૯૪ જાડી કબજે કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY