કડોદરામાં પરિણીતાના મોઢા પર પ્રેમીયુવકે તેજાબ નાખતા ચકચાર

0
36

પરિણીતાનો કૌટુંબિક દિયર સાથે પ્રેમ સંબંધ હતો
કડોદરા, તા.૧૭
કડોદરામાં સીએનજી પંપ પાસે સર્વિસ રોડ પર પરપ્રાંતિય મહિલા ઉપર ગતરાત્રે કૌટુંબિક દિયરે વહેમમાં તેજાબ નાખી મોઢાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરાના શાંતિનગર ખાતે રહેતા સુનીતાવી રામરાજ મિશ્રા ઉ.વ. ૩૨ નામની મહિલા સીએનજી પંપ પાસે ને.હા. નં. ૪૮ પર સર્વિસ રોડ હતા ત્યારેત તેમની સાથે પ્રેમસંબંધ ધરાવતો સત્યજીત વિક્રમજીત મિશ્રા (રહે. શાંતિનગર રૂમ નં. ૧૩) નામના કૌટુંબિક દિયરે તેણીનો પ્રેમસંબંધ બીજા સાથે હોવાનો વહેમ રાખી તેણીના મોઢા ઉપર તેજાબ નાખી કપાળ તથા હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. બનાવ અંગે સુનીતા મિશ્રાએ કડોદરા પોલીસ મથકમાં સત્યજીત મિશ્રા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ધારાધોરણ મુજબનો ગુનો નોXધી વધુ તપાસ હાથ ધરી છે. મોઢા પર એસીડ છાંટી દેવાતા ગંભીર રીતે દાઝી ગયેલી મહિલા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY