લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કડીવાલા સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન

0
51

તા. ૩૦મી સુધી ક્રિએટીવ સાયન્સ વર્કશોપ યોજાશે
સુરત, તા. ૧૭
ક્રિએટીવ સાયન્સ વર્કશોપ અંતર્ગત વિજ્ઞાનના મોડેલ્સ પ્રદર્શન તથા સાપ-સીડીની રમત દ્વારા ગણિત અને ઉર્જાના વિષયો રમતા-રમતા શીખવવામાં આવ્યાઃ
સુરત,મંગળવારઃ રાજયના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હસ્તકના ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત જયભારતી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સુરત અને સાર્વજનિક એજયુકેશન સોસાયટીના સંયુકત ઉપક્રમે સમર વેકેશન ક્રિએટીવ સાયન્સ વર્કશોપનું આયોજન જી એન્ડ જી.વી.કડીવાલા સ્કુલ ખાતે તા.૧૧ થી ૩૦ એપ્રિલ સુધીમાં કરવામાં આવ્યું છે.
પાંચમા દિવસે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટરશ્રી જી.એન.કાકડીયા, કડીવાલા સ્કુલના આચાર્યશ્રી સિધ્ધાથી દેગામી, ભરતભાઈ દેસાઈ અને હર્ષદભાઈ આર.પટેલ, ભુવાભાઈ તથા અન્ય શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સેન્ટર પરના સાયન્સ મ્યુઝીયમ ખાતે વિવિધ વિજ્ઞાનના મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મોડેલ્સ વિજ્ઞાન કયા સિધ્ધાંત પર કામ કરે છે તે વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY