મુંબઈ,તા.૨૭
ઓરિસાની કલિંગ સેનાએ કહ્યુંહતું કે અમે શાહરુખ ખાનને હજુ માફ કર્યો નથી પરંતુ ઓરિસા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની અપીલને માન આપીને અમે એને અહીં આવવા દેવાના છીએ.
ઓરિસામાં પહેલીવાર હાકી વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઇ રહી છે જેને માટે ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને ખાસ હાકીનું રાષ્ટ્રગીત તૈયાર કર્યું છે અને સ્પર્ધાના ઉદ્ઘાટન ટાણે રહેમાન અને શાહરુખ બંને મંચ પર સાથે આવવાના છે.
વાત થોડી જૂની છે. ૨૦૦૧માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ અશોકામાં ઓરિસાનું અપમાન કરાયું હતું એવો આક્ષેપ કલિંગ સેનાએ કર્યો હતો અને શાહરુખ જ્યારે પણ ઓરિસાની મુલાકાતે
આવે ત્યારે એના પર કાળી શાહી ફેંકવાની ખુલ્લી ધમકી આપી હતી. જા કે હાકી ઈન્ડિયા, ઓરિસા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે કલિંગ સેનાને કાયદો અને વ્યવસ્થા ડહોળાય એવું કશું
નહીં કરવાની અપીલ કરી હતી. કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે કહ્યું હતું કે ઓરિસામાં આ વિશ્વકક્ષાની સ્પર્ધા યોજાય એ અમારા માટે ગૌરવની વાત છે. અમે આ બધાંની અપીલ સ્વીકારીને શાહરુખને આ ઇવેન્ટ પર અહીં આવવા દેવાનું સ્વીકાર્યું છે અને એના પર કાળી શાહી ફેંકવાની ધમકીનો આ ઇવેન્ટ પૂરતો અમલ મોકૂફ રાખ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







