એમેઝોને બિગ બઝાર સાથે હાથ મેળવ્યાં

0
13

ન્યુ દિલ્હી,તા.૨૭
વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને દેશની પ્રમુખ રિટેલ કંપની બિગ બઝારમાં ભાગીદારી કરી છે. આ ભાગીદારી પછી એમેઝોન દેશમાં રિટેલ સેક્ટરમાં પ્રવેશવાનો મોકો મળશે. જા કે સમાચારો મળી રહ્યા છે કે બિયાની ભવિષ્યમાં તમામ હકો એમેઝોનને વેચશે. આ માટે એગ્રીમેન્ટમાં નિયમ બનાવવામાં આવ્યો કે ૧૦ વર્ષ પછી એમેઝોન ઈચ્છેતો બિગ બઝારને સંચાલીત કરનાર ફ્યુચર રિટેલ લિમિટેડમાં સંપુર્ણ હિસ્સો ખરીદી લેશે.
કિશોર બિયાનીના માલિકીવાળા ફ્યુચર ગ્રુપના પૂરા દેશમાં ૧૧૦૦ સ્ટોર્સ છે. એમેઝોન ૯.૫ ટકા હિસ્સો ખરીદશે અને ૨૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ ડીલની જાહેરાત હવે ડિસેમ્બરમાં થશે. આ પહેલા આ જાહેરાત ૧૪ નવેમ્બરે થવાની હતી.
ફ્યુચર રિટેલ બિગ બઝાર Easy Day અને Nilgiri જેવા ફૂડ એન્ડ ગ્રોસરી સ્ટોર્સનું સંચાલન કરે છે. ફ્યુચર રિટેલ પાસે ૮૦થી વધારે બ્રાન્ડ છે. તેમાં ૫૦ ટકાનું ઉત્પાદનનું વેચાણ કંપનીના ખુદના સ્ટોર્સમાં થાય છે.
ડીલ પ્રમાણે એમેઝોન પોતાની વેબસાઈટ પર બિગ બઝારના તમામ ઉત્પાદનો વેચશે. એમેઝોન હાલમાં Shoppers Stop અને more supermarketને ખરીદી ચુક્યુ છે. આ સિવાય સ્પોન્સર્સમાં ભાગીદારી ખરીદવાની વાત ચાલી રહી છે.
એમેઝોન આ રોકાણના કારણે નફાનો વધારો કરવા માંગે છે. આ સાથે પોતાની ગ્રોસરી બિઝનેસને પણ વધારવા માંગે છે. આ માટે વિદેશી કંપનીઓ સીધી રીતે ફૂડ રિટેલ બિઝનેસમાં રોકાણ નથી કરી શકતી. કંપનીને પોતાનો ગ્રોસરી બિઝનેસ વધારવા ફક્ત ભારતમાં તૈયાર ખાદ્ય ઉત્પાદનો વેચવાની રજા મળશે.
કિશોર બિયાનીએ વર્ષની શરૂઆતમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ સાથે અમેરિકામાં મુલાકાત કરી હતી. એમેઝોનને ભારત સરકાર તરફથી ગ્રોસરી અને ફૂડ સ્ટોર ખોલવાની પરમિશન પહેલા જ મળી ચુકી છે. બંને કંપનીઓના માલિકો પાર્ટનરશિપ અને શેર મામલે વાત કરી ચુક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY