કુરુક્ષેત્ર,તા.૨૭
અંબાલા-દિલ્હી રેલમાર્ગ પર કુરુક્ષેત્ર પાસે સવારે કાલકા-હાવરા એક્સપ્રેસ ટ્રેનના એક ડબામાં અચાનક આગ લાગી. આ ઘટના સવારે ત્રણ વાગ્યે બની. ઘટના કુરુક્ષેત્રના ધીરપુર ગામ પાસેની છે. જ્યાં કાલકા-હાવરા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. આ ઘટનામાં એક જ પરિવારના આઠ યાત્રી ઘાયલ થયા છે, તેમાં ત્રણ મહિલા અને બે પુરુષ સામેલ છે.
ઘાયલ યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટ્રેન કાલકાથી હાવરા જઈ રહી હતી. આગ લાગવાની તરત જાણ થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સૂચના મળતાં જ રેલવે પોલીસ, બચાવદળ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. ઘટનાની તપાસ ચાલુ છે.
સૂત્રોએ જણાવ્યું કે કાલકા-હાવરા એક્સપ્રેસ સવારે ૩.૦૦ વાગ્યે કુરુક્ષેત્ર સ્ટેશન પહેલાં ડોડા ખેડી નજીક પહોંચી ત્યારે તેની એક બોગીમાં આગ લાગી ગઈ. આગ ટ્રેનના એન્જિનની બરાબર પાછળવાળા જનરલ ડબામાં લાગી. આગ લાગતાં યાત્રીઓએ ચેઈન ખેંચીને ટ્રેનને રોકાવી દીધી. જાતજાતામાં આખો ડબો ધુમાડાથી ભરાઈ ગયો. ટ્રેન રોકાયા બાદ યાત્રી ડબામાંથી બહાર ભાગી ગયા. નજરે જાનારા યાત્રીઓનું કહેવું હતું કે જા બચાવકાર્યમાં સહેજ પણ મોડું થાત તો કાલકા-હાવરા એક્સપ્રેસ બર્નિંગ ટ્રેન બની જાત.
ત્યાર બાદ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બાદમાં આગ પર કાબૂ મેળવી લીધો. આગ લાગેલી બોગીને તાત્કાલિક ટ્રેનથી અલગ કરી દેવાઈ. આગ દરમિયાન ધુમાડો ફેલાતાં ત્રણ મહિલા યાત્રીઓ બેભાન થઈ ગઈ. તેમને કુરુક્ષેત્રની એલએનજેપી હોસ્પિટલમાં ભરતી કરાવાઈ છે. આ ઘટના બાદ આ ટ્રેકને બંધ કરી દેવાયો છે. હાલમાં કરનાલથી પંજાબ, પંજાબથી દિલ્હી જતી તમામ ગાડીઓને રોકી દેવાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






