લખનઉ,તા.૧
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શુક્રવારે રાત્રે પોલીસની ગોળી દ્વારા થયેલી વિવેક તિવારીના મોતથી રાજ્ય સરકારની ઉંઘ ઉડી ગઈ છે. પોલીસની આ બેદરકારી પર સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રશ્ન માત્ર વિપક્ષી પાર્ટીઓ જ નહીં પરંતુ ભાજપના નેતા પણ ઉઠાવી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુપી ભાજપના મોટા નેતા કલરાજ મિશ્રએ પણ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે રીતે વિવેક તિવારીની હત્યા કરવામાં આવી છે. તે ઘણી નિંદનીય છે. આ પોલીસ વિભાગ પર કલંક છે. ગોળી ચલાવીને મારી દેનારા કઈ રીતનો અધિકાર છે
કલરાજ મિશ્ર સિવાય સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે કે ભાજપના ૧૩ ધારાસભ્યોએ પણ આ ઘટના પર પોલીસની કાર્યવાહી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. માત્ર એટલુ જ નહીં આ ધારાસભ્યોએ આ સંબંધમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચિઠ્ઠી પણ લખી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





