મી-ટૂ વિવાદ : અકબરના રાજીનામા બાદ રાજ્યસભાની સીટ પણ જશે…!!?

0
5

ન્યુ દિલ્હી,તા.૧૮
મહિલા પત્રકારો સાથે અયોગ્ય વ્યવહાર અને યૌનશોષણના ગંભીર આરોપોમાં ઘેરાયેલા એમ.જે. અકબરે ભલે ચોતરફથી ઊભા થયેલા દબાણ બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યપ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હોય, પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થવાના બદલે સતત વધી રહી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશના ભાજપના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે અકબરને રાજ્યસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દેવાનું કહેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે એમ.જે. અકબર મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. ત્યાં ર૮ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ કોઈ પણ હાલમાં આ ચૂંટણી ગુમાવવા તૈયાર નથી અને અત્યારના વાતાવરણને જાતાં વિપક્ષ કોંગ્રેસના હાથમાં મજબુત મુદ્દો આવી જાય તેમ છે.
આવી Âસ્થતિમાં ભાજપના સ્થાનિક નેતાઓ કોઈ ખતરો લેવા ઈચ્છતા નથી. મધ્યપ્રદેશ ભાજપના કેટલાક ટોચના નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડ પર અકબર પાસેથી રાજ્યસભા બેઠક પરથી રાજીનામું માગી લેવાનું દબાણ કર્યું હોવાની પણ ચર્ચા છે. ભાજપમાં જાડાયા બાદ અકબરને વર્ષ ર૦૧૬માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. અકબર ઉપરાંત મોદી પ્રધાનમંડળના સભ્ય ધર્મેન્દ્ર પ્રધાન પણ મધ્યપ્રદેશથી જ રાજ્યસભાના સભ્ય છે.
દરમિયાન ઓફિસોમાં યૌનશોષણની વધી રહેલી ફરિયાદો બાદ કેન્દ્રની મોદી સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે આ દિશામાં મોટું પગલું ભરતાં ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની રચના કરવામાં આવી છે.
વિશાખા ગાઈડલાઈન્સમાં શું-શું સુધારા કરવાની જરૂર છે તે મુદ્દે પણ આ સમૂહ વિચાર કરશે અને પોતાનો અભિપ્રાય આપશે. જીઓએમને ત્રણ મહિનાની અંદર એક વિસ્તૃત રિપોર્ટ આપવાનો રહેશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે જીઓએમની અધ્યક્ષતા એક વરિષ્ઠ મહિલા કેબિનેટ પ્રધાન કરશે, પરંતુ હવે ગૃહ પ્રધાન રાજનાથસિંહને આ જવાબદારી સોંપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY