અમદાવાદ,તા.૧૯
ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી કરતાં વધારે કામ કરાવાઇ રહ્યાની એક સેવાભાવી સંસ્થાને માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે સીઆઇડી ક્રાઈમ અને સંસ્થાના માણસો દ્વારા તમામ મજૂરને મુક્ત કરાવી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
૧૪ સપ્ટેમ્બરના રોજ ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે ૧૧ યુવાન ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન ઊતર્યા હતા. જ્યાં ચાર જેટલા લોકોએ માર મારવાની સાથે તેમની પાસેથી પૈસા અને અન્ય વસ્તુઓ પડાવી લઇ રિક્ષામાં બેસાડીને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રાજપુરા ગામે આવેલ સાકાર માર્બો ટાઇલ્સ નામની ફેક્ટરી પર તેઓને ધાકધમકી આપીને રૂમમાં ગોંધી રાખ્યા હતા. તેઓ પાસે મરજી વિરુદ્ધ કામ કરાવાતું હતું.
દરમ્યાનમાં મનોજ ભોળાસિંગ ખરવાર નામના યુવકે તક મળતાં ઝારખંડમાં કામ કરતી સેવાભાવી સંસ્થા બચપન બચાવો આંદોલનનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. સંસ્થાએ તેમના અમદાવાદના પ્રતિનિધિને જાણ કરી હતી.
તેઓએ સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરને જાણ કરતાં સીઆઇડી ક્રાઈમની ટીમો સાથે રાજપુરા ગામે ટાઇલ્સ ફેકટરીની ઓરડીમાં તપાસ કરતાં મળી આવેલા તમામ ૧૧ મજૂરને મુક્ત કરાવ્યા હતા. ફરિયાદના આધારે માણસા પોલીસે ઠેકેદાર ઝારખંડના રમેશ ઉર્ફે ખેમન હરિ મહંતો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



