લખનઉ,તા.૧૯
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં દરેક શહેરમાં એક રસ્તાનું નામાકરણ અટલ બિહારી વાજપાયી આપવામાં આવશે. સરકાર ખુબ સારા રસ્તાઓ બનાવશે અને તેને અટલ બિહારી વાજપાયીની યાદમાં અટલ ગૌરવ પથ નામ આપવામાં આવશે.
આ રસ્તાઓને સુંદર બનાવવાની સાથે સાથે આધુનિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. યોગી આદિત્યનાથે લખનઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે જણાવ્યું કે, સ્થાનિક શહેરની નગર પાલિકાઓએ ગટરો સાફ કરવી જોઇએ અને તેને ઢાંકેલી રાખવી જોઇએ.
ડિરેક્ટોરેટ ઓફ લોકલ બોડીઝનાં આંકડાઓ મુજબ, ઉત્તર પ્રદેશમાં ૧૬ મહાનરપાલિકાઓ, ૧૯૮ નગર પાલિકાપરિષદ અને ૪૩૮ નગર પંચાયત છે.
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ જેવી કે નમામી ગંગે, અમૃત યોજના, સ્માર્ટ સિટી મિશન વગેરે વિશે રિવ્યુ મિટિંગ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ૨૦૧૯માં અલ્હાબાદમાં યોજાનાર કુંભમેળામાં વિશ્વભરમાંથી લોકો આવશે. આ મેળો જાન્યુઆરી ૧૫થી ૪ માર્ચ સુંધી યોજાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા એ તેમની મુખ્ય પ્રાથમિક્તા રહેશે. કુંભમેળામાં સ્વચ્છતાને કારણે પ્રવાસીઓ અને ભક્તોમાં નવી શક્તિ આપશે અને આ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કુંભમેળાની તૈયારીઓ થવી જોઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




