જન્મદિવસના બીજા દિવસે સુસાઈડ નોટ લખી ફાયર ટ્રેનરે આપઘાત કર્યો

0
128

સુરત,તા.૧૯
આજે સવારે ભેસ્તાન ફાયર સ્ટેશનના ફાયર ટ્રેનરે પાંડેસરા-ડિંડોલી રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર ફાયર ટ્રેનરે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે મરજીથી આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. જાકે, આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જન્મદિવસના બીજા દિવસે જ આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભેસ્તાન ફાયર સ્ટેશનમાં મૂળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. અને ભેસ્તાન ફાયર સ્ટેશનમાં જ રહેતો હતો. ગત રોજ ભરતનો જન્મદિવસ હતો. જેથી ખૂબ જ ખુશ હતો. દરમિયાન આજે વહેલી સવારે પાંડેસરા-ડિંડોલી રેલવે ટ્રેકને જાડતા બ્રિજ પરથી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જેથી તેના શરીરના ત્રણથી ચાર ટુકડા થઈ ગયા હતા. અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર અધિકારી, રેલવે પોલીસ અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયર ટ્રેનરના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી. સુસાઈડ નોટ અંગે પોલીસે જણાવ્યું હતું કે, હું જે પગલું ભરું છું તેના માટે કોઈ જવાબદાર નથી. હું મારી મરજીથી આપઘાત કરી રહ્યો હોવાનું મૃતકે લખ્યું હતું. જ્યારે ભરતના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જાકે, હાલ આપઘાતને લઈને કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY