ભારત પહેલા ૨૦ મુસ્લિમ દેશ પ્રતિબંધ મુકી ચુક્યા છે

0
9

નવી દિલ્હી,તા.૨૨
ભારતમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવાની હિલચાલ ચાલી રહી છે. ત્રિપલ તલાક ઉપર વટહુકમને કેન્દ્રીય કેબિનેટે આજે લીલીઝંડી આપી હતી. આ બિલને કાયદાકીય રુપ આપવા માટે વટહુકમને મંજુરી આપવામાં આવી છે. સંસદના બંને ગૃહોમાં બિલને પસાર કરવામાં સફળતા ન મળતા આખરે વટહુકમ મારફતે ત્રિપલ તલાકને અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રિપલ તલાકના સંદર્ભમાં કેટલીક કઠોર જાગવાઈ રહેલી છે. ભારતમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવાનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે ત્યારે ભારત પહેલા અનેક મુÂસ્લમ દેશોમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. કયા મુસ્લિમ દેશમાં તલાક ઉપર પ્રતિબંધ છે તે ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. ભારત પહેલા ૨૦ મુÂસ્લમ દેશો છે જે આ પ્રથાને પ્રતિબંધિત કરી ચુક્યા છે જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ સામેલ છે. પાકિસ્તાને વર્ષ ૧૯૬૧માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ૧૯૫૫માં પાકિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મોહમ્મદ અલી બોગરાએ પોતાની પ્રથમ પÂત્નની મંજુરી વગર પોતાની સેક્રેટરી સાથે નિકાહ કર્યા હતા પરંતુ પÂત્નએ આને સહન કરવાના બદલે વિરોધ કર્યો હતો. ત્યારથી જ પાકિસ્તાનમાં વિરોધ વંટોળની શરૂઆત થઇ હતી. પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, ઇજિપ્ત, સુડાન, ટ્યુનેશિયા, તુર્કી, સાઇપ્રસ, ઇન્ડોનેશિયા, અલ્જિરિયા, શ્રીલંકા, સિરિયા સહિત ૨૦ મુસ્લિમ દેશોમાં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. ઇજિપ્તમાં ૧૯૨૯માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકાયો હતો. સુડાને પણ ૧૯૩૫માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. ટ્યુનિશિયાએ ૧૯૫૬માં, તુર્કીએ ૧૯૨૬માં, સાયપ્રસે ૧૯૮૦માં ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુક્યો હતો. સિરિયામાં ૭૪ ટકા સુન્ની મુસ્લિમ વસ્તી છે. અહીં ૧૯૫૩માં જ તલાકના કાયદામાં સુધારાઓ કરીને તેના ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સિરિયામાં કાયદા હેઠળ તલાક માત્ર જજની સામે જ માન્ય ગણવામાં આવે છે.ઇરાકમાં પણ ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY