પીએમ મોદીની રેલીમાં જઇ રહેલ સ્કૂલ બસે પલ્ટી ખાતાં ૩૫ બાળકો ઘાયલ

0
81

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના લંજ નજીક
કાંગરા,તા.૨૭
હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના લંજ નજીક એક સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. બસમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી ૩૫ને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ઘાયલ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સેન્ટ રુદ્રાક્ષ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ધર્મશાલા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ લઈ જઈ રહી હતી જેને લંજ પાસે અકસ્માત નડ્યો હતો. બસમાં રહેલા વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સેન્ટરના હતા. એકલવ્ય કમ્પ્યૂટર સેન્ટરના વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદીની રેલીના સ્થળે ધર્મશાલા લઈ જવામાં આવી રહ્યા હતા. લંજના સીએચસીમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. તમામ ઈજાગ્રસ્તોની ઉંમર ૨૦-૨૪ વર્ષની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY