શહીદ પરિવાર, પશુધન મળી કુલ ૨૭ લાખનું દાન અર્પણ
સુરત, તા.૨૩
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરતના દશાબ્દી પર્વે ત્રિદિવસીય “વિશ્વ મંગલ મહોત્સવ”નું આયોજન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. આજે મહોત્સવના બીજા દિવસે તા.૨૨-૨-૨૦૧૯ ને શુક્રવારે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પૂર્ણાહુતિ થશે.આ પ્રસંગે સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર આ પ્રસંગે નનુભાઈ સાવલિયા, અરજણભાઈ ધોળકિયા, કાનજીભાઈ ભાલાળા, સંજયભાઈ દેસાઈ,વગેરે સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાનના દ્વારા શહીદ પરિવાર, પશુધન માટે ગૌશાળા તેમજ કન્યા કેળવણી માટે કુલ ૨૭ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું.
આજે યોજાયેલ “વિશ્વ મંગલ યાત્રા-ભવ્ય નગરયાત્રામાં દેશ-વિદેશથી પધારેલા ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી મુક્તજીવન સ્વામીબાપા બેંડ આકર્ષણનું કેંદ્ર બન્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



