કાનપુર,તા.૩
ભારતીય રાજકારણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સઘં ને ભાજપાનો પાયો માનવામાં આવે છે અને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ભાજપાએ પણ જીતનો શ્રેય આપ્યો હતો.
જો કે, હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સઘં ના પ્રમુખ મોહન ભાગવતે ભાજપા સરકાર માટે નિવેદન કરતા જણાવ્યું છે કે, ભવિષ્યમાં સરકારના પગલા ડગશે તો સંઘ તરફથી સરકારને સકારાત્મક દ્રષ્ટિકોણથી સલાહ અને સૂચન આપવામાં આવશે.
કાનપુરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સનાતન ધર્મ વિધાલયમાં ચાલી રહેલા સઘં શિક્ષણ વર્ગમાં બૌદ્ધિક સત્રને સંબોધન કરતા ભાગવતે જણાવ્યું કે, જે લોકો લાકશાહી વ્યવસ્થામાં ચૂંટાઇને આવે છે તેમની પાસે વધારે અધિકાર હોય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેઓ આ અધિકારોનો દુરોપયોગ કરે. હા સરકારના પગલા ડગશે તો સઘં જરથી સકારાત્મક સલાહ આપશે.
સંઘના પ્રમુખે આગળ જણાવ્યું કે, પોતાના સાથે હમેશા સકારાત્મક વલણ રાખવું. જો કોઇ મતભેદ થાય તો તેનો ખુલાસો કરી લેવો. કોઇનો પણ દુરોપયોગ કરી ગેરલાભ ન ઉઠાવવો.
સઘં પ્રમુખે આ તકે ખુશી જાહેર કરતા જણાવ્યું કે, સંઘના કાર્યેના વિસ્તાર સાથે સ્વયંસેવકોનું માન પણ વધ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




