કાનપુર,તા.૨૬
લોકસભા ચૂંટણીના એન પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને કાનપુરના સાંસદ ડા.મુરલી મનોહર જાશીના નામનો એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ લેટરમાં જાશીએ કાનપુરની પ્રજાને મન કી બાત કહી છે. વાયરલ લેટરમાં તેમણે લખ્યું છે, મારા પ્યારા કાનપુરના મતદાતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રીએ સલાહ આપી છે કે કાનપુર અને આ સિવાય મને કયાંય પણ ચૂંટણી લડવી જોઇએ નહીં.
હાલ કાનપુરના વોટરોની વચ્ચે આ લેટર ચર્ચાનો વિષય બન્યો છે. આ બધાની વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે તમે અડવાણી અને મુરલી મનોહર જાશીનું અપમાન કર્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમવારના રોજ ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે મુરલી મનોહર જાશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવામાં આવશે નહીં. રામલાલે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે તમે પાર્ટી ઓફિસ આવી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરો.
જા કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જાશી એ સીધી રીતે નકારી દીધી. જોશી એ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ના લડાવાનો નિર્ણય લેવાયો છે તો કમ સે કમ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવી જણાવું જોઇએ. મુરલી મનોહર જાશીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાર્ટી ઓફિસ આવીને તેની જાહેરાત કરશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




