મોટી જાનહાનિ ટળી,૧૩ ટ્રેનને ડાયવર્ટ કરાઇ તો એક ટ્રેન રદ્દ
કાનપુર,તા.૨૦
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (૧૨૩૦૩)ના ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ ૨૦ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મોડી રાત્રે ૧૨.૫૦ વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની કપ્લિંગ તૂટી જવાના કારણે ટ્રેનના ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના રુમા નગરની પાસે સર્જાઇ છે. આ રૂટની બીજી ૧૩ ટ્રેનને ડાયવર્ટ કરી દેવાઇ છે જ્યારે એક ટ્રેન રદ્દ કરાઇ છે.
ઘટના સમયે ટ્રેનની ગતી લગભગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. કપ્લિંગ તુટી જવાના કારણે ટ્રેનનું એન્જિન અને ૫ ડબ્બા આગળ નીકળી ગયા હતા. જ્યારે ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કાનપુરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર સર્જાઇ હતી.
ટ્રેન દુર્ઘટનાની જાણકારી મળતા સ્થાનીક તંત્ર અને રેલવે તંત્ર અલર્ટ થઇ ગયા હતા. સ્થળ પર NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થયાની સૂચના મળી નથી. ૨૦ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





