પિતરાઇ ભાઈએ બહેનને મહિના સુધી ગોંધીરાખી દુષ્કર્મ આચર્યું

0
53

કપડવંજ,તા.૨૪
કપડવંજ ખાતે રહેતી એક યુવતી તેના પિતાના કહેવાથી ખેતરમાં જઇ રહી હતી. આ સમયે તેનો પિતરાઇ વિક્રમ બાબુભાઇ સોલંકી બાઇક લઇને તેની પાસે ગયો હતો અને હું ખેતરમાં જાઉં છું તને ઉતારી દઇશ તેમ કહેતા, યુવતી તેની બાઇક ઉપર બેસી ગઇ હતી. જોકે વિક્રમે બાઇક ખેતરમાં લઇ જવાની જગ્યાએ અમદાવાદ હાઇવે તરફ લઇ ગયો હતો.
નર્મદા કેનાલ પાસે ગામના જ ગોપાલ ભલાભાઇ સોલંકી અને તેની પત્ની હીના ઊભાં હતાં. વિક્રમે ગોપાલ સાથે વાતચીત કર્યા બાદ, નજીકમાં આવેલી એક ફેક્ટરીની ઓરડીમાં યુવતીને લઇ ગયો હતો. વિક્રમે અવારનવાર ત્યાં આવી યુવતી ઉપર દુષ્કર્મ આચરતો હતો. અંદાજે ર૮ દિવસ સુધી ફેક્ટરીની ઓરડીમાં ગોંધી રાખ્યા બાદ ગોપાલ અને તેની પત્ની યુવતીને કઠલાલના સરાલી નજીક આવેલ અન્ય એક ફેક્ટરીમાં લઇ ગયા હતા, જ્યાં એક ઓરડીમાં યુવતીને ગોંધી રાખવામાં આવી હતી અને અહીં પણ વિક્રમે આવીને યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
જાકે ૮ મેના રોજ યુવતી ગોપાલ અને તેની પત્નીને ચકમો આપીને ફરાર થઇ ગઇ હતી અને તેના મામાના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે મામાને સઘળી હકીકત કહી હતી. યુવતીએ જણાવેલી હકીકતના આધારે અંતે પરિવારજનોએ યુવતીને હિંમત આપી હતી અને આ મામલે વિક્રમ બાબુભાઇ સોલંકી, ગોપાલ ભલાભાઇ સોલંકી, હીના ગોપાલભાઇ સોલંકી તથા બાબુલાલ નામના શખ્સ વિરુદ્ધ કપડવંજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY