ચલો સ્કુલ ચલે હમ…

0
68

શાળા પ્રવેશોત્‍સવ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍યનું પ્રથમ સોપાન

ખેડા જિલ્‍લામાં આજથી શરૂ થનાર બે દિવસીય શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન

ઘો-૧માં ૨૨,૭૨૧ બાળકોનું નામાંકન કરવામાં આવશે

નડિયાદ–બુધવાર: શહેરના બાળકો સાથે ગ્રામ્‍ય બાળકોનું આદાન-પ્રદાન, પ્રવેશપાત્ર બાળકોની માતાઓનું સંમેલન, શાળા સફાઇ અંગે પ્રભાતફેરી દ્વારા જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનું આયોજન જેવા કાર્યક્રમો આ વર્ષના શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના આગવા પાસાંઓ છે. આજથી બે દિવસ માટે ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા. ૧૪ અને ૧૫ જુન તેમજ શહેરી વિસ્તારમાં તા. ર૨ અને ર૩ જુન દરમ્‍યાન કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવનો પ્રારંભ થઇ રહયો છે. જેમાં રાજયના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, મંત્રી મંડળના મંત્રીઓ,  અધિકારીઓ અને અન્‍ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ભણતર અધૂરૂં મુકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ(ડ્રોપ આઉટ રેશીયો) ઘટાડવા અને પ્રાથમિક શિક્ષણની ટકાવારી વધારવાની દિશામાં આ એક અસરકારક પગલું છે.

આ અંગેની વિગતો આપતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું કે, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના સીધા માર્ગદર્શન હેઠળ  જિલ્‍લામાં  જુન-૨૦૧૮ની પ્રારંભ થનારા શૈક્ષણિક સત્રમાં કુલ ૨૨,૭૨૧ બાળકોને વિવિધ શાળાઓમાં ધો-૧માં પ્રવેશ આપવામાં આવશે તથા શહેરી વિસ્‍તારમાં ૪૨૩ અને ગ્રામ્ય કક્ષાએ ૨૪૨ બાળાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ એનાયત કરવામાં આવશે.

જયારે ઘો-૯માં ખેડા જિલ્‍લામાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૬,૧૨૪ અને શહેરી વિસ્‍તારમાં ૧૪,૬૮૬ મળી કુલ ૩૦,૮૧૦ બાળકો પ્રવેશ પાત્ર બને છે.

ખેડા જિલ્‍લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮માં ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, સંસદસભ્‍ય દેવુંસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ સહિત જિલ્‍લાના સર્વ ધારાસભ્‍ય, આઇ.એ.એસ., આઇ.એફ.એસ., સચિવકક્ષાના અધિકારીઓ અને જિલ્લાના વર્ગ-૧/રના  અધિકારીઓ સામેલ થશે. ખેડા જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવ માટેના ગ્રામ્‍ય વિસ્‍તારના ૧૦૬ અને શહેરી વિસ્‍તારના ૧૬ રૂટો નિયત કરવામાં આવ્‍યા છે.

શાળા પ્રવેશોત્‍સવ દરમ્‍યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્‍ચે અભ્‍યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. આમ, શાળા પ્રવેશોત્‍સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય માટેનું પ્રથમ સોપાન બની રહેશે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીના બાળકોને રમકડાંનું વિતરણ, ધો.૩ થી ૮ માં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષયવૃત્તિ, ગણવેશ, પાઠય પુસ્તકોની જાહેરાત, દાતા, વયોવૃધ્ધ વ્યકિત, સહયોગી સંસ્થાઓનું સન્‍માન પણ કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY