સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવનાર પનામા પેપર્સ લીકના કારણે ગયા વર્ષે દુનિયાના દેશોમાં ભારે હલચલ જાવા મળી હતી. પનામા પેપર્સ લીકના કારણે તમામ દેશોમાં હેડલાઇન સમાચાર બન્યા હતા. ભારત અને અન્ય દેશોની તપાસ સંસ્થાઓએ આ સમગ્ર મામલે કોઇ અપેક્ષિત સંવેદનશીલતા દર્શાવી ન હતી જેના પરિણામસ્વરૂપે ધીમે ધીમે આ મામલા દબાઇ ગયા હતા. સમયની સાથે સાથે આ મામલા ગુમ થઇ ગયા છે. ચર્ચાસ્પદ પનામા પેપર્સ લીકથી સપાટી પર આવેલા ભ્રષ્ટાચારના એક મામલામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જે પ્રકારની સજા કરવામાં આવી છે તેનાથી એવુ લાગે છે કે તેની પાછળ માત્ર ઇન્સાફની ભાવના નથી. રાજકીય નીતિની પણ આમાં ભૂમિકા દેખાઇ રહી છે. પનામા પેપર્સના ચોંકાવનારા ખુલાસાની પાછળ કેટલીક બાબતો સપાટી પર આવતી રહી છે. પાકિસ્તાની ન્યાયતંત્રની આ મામલે પ્રશંસા થવી જાઇએ કે તેના દ્વારા આ મામલાને રદા દફા થવાની તક આપી નથી. ત્રણ વખત દેશના વડાપ્રધાન રહી ચુકેલા નવાઝ શરીફને પહેલા કોર્ટના દબાણના કારણે રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિધિવતરીતે ૧૦ વર્ષની જેલની સજા ભોગવવા માટેનો આદેશ પણ સાંભળવો પડ્યો હતો. ચુકાદા મુજબ તેમની પુત્રી મરિયમને પણ સાત વર્ષ જેલમાં રહેવાની ફરજ પડશે. એટલુ જ નહી બલ્કે નવાઝ શરીફના બંને પુત્રોને પણ ફરાર જાહેર કરીને તેમની સામે બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. આ ચુકાદાની પાછળ ન્યાયિક અને કાયદાકીય પાસા જે કઇ પણ હોય પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે આના મારફતે નવાઝ શરીફના પૂર્ણ પરિવારના સભ્યો ચૂંટણી લડી શકશે નહી. નવાઝ શરીફને ગેરલાયક જાહેર કરી દેવામાં આવ્યા બાદ મરિયમ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. ૨૫મી જુલાઇના દિવસે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી માટે છાપવામાં આવેલા બેલેટમાં પણ તેમનુ નામ આવી ગયુ હતુ. જા કે કોર્ટના ચુકાદા બાદ હવે મરિયમ પણ ચૂંટણી લડવા માટે ગેરલાયક થઇ ગઇ છે. જેથી બેલેટ પેપર પણ ફરીથી છાપવામાં આવનાર છે. એકંદરે જાવામાં આવે તો નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન) જે પાકિસ્તાનની એકમાત્ર રાજકીય તાકાત તરીકે છે. તે હવે સંપૂર્ણપણે નેતૃત્વવિહિન થઇ ગઇ છે. આ શુન્યનો લાભ ચોક્કસપણે સેના અને કટ્ટરપંથીઓને મળનાર છે. ભ્રષ્ટાચારની સામે કાર્યવાહી ચોકક્સપણે સારી બાબત છે પરંતુ તેના નામ પર જા લોકશાહી અને ઉદાર પ્રવૃતિઓને રોકવામાં આવશે તો તે તે કોઇ પણ સમાજ માટે ખતરાની ઘંટી હોઇ શકે છે. જાવા જેવી બાબત એ છે કે પાકિસ્તાનમાં હવે સાવધાનીપૂર્વકનુ વલણ અપનાવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે છઠ્ઠી જુલાઇના દિવસે ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી છે. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જે કેટલાક પ્રશ્નો ઉઠાવે છે. પૂર્વ વડાપ્રધાન અને તેમના બાળકો સામે સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભે નવાઝ શરીફ ફસાયા હતા. તેમને વડાપ્રધાન તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






