ઉત્તરપ્રદેશના સંભલમાં કપિરાજનો આતંક, ૨૨૫ લોકોને ભર્યા બચકા

0
56

લખનૌ,તા.૩૦
ઉત્તરપ્રદેશના સંભલ ગામમાં લોકો કપિરાજના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લાં બે અઠવાડિયામાં કપિરાજે ગામના ૨૨૫ લોકોને નિશાને બનાવ્યા અને તેમને બચકા ભરતા લોકોને સારવાર લેવાની ફરજ પડી.
તો જિલ્લા હોસ્પિટલમાં પણ લોકો એન્ટી રેબીસ વેક્સીન લગાવવામાં આવી રહ્યાં છે. કારણ કે કપિરાજે માત્ર ગ્રામજનોને જ નહીં પણ ગામમાં પાળતુ ગાયોને પણ નિશાને લીધી છે. જેના કારણે ગાયનું દૂધ પીતા લોકોને બચાવવા માટે રસી મૂકવામાં આવી રહી છે.
તો મન્ની ખેડામાં દિનેશભાઈ નામના સ્થાનિકના ઘરે પાળેલી ગાયને કુતરાએ બચકુ ભરતા ગાય પાગલ થઈ ગઈ અને તેનું મોત થયું. બાદમાં કપિરાજે પણ લોકોને બચકા ભરતા લોકોને સારવાર લેવાની ફરજ પડી છે.
તો હોસ્પિટલના સીએમએસ ડા.એ.કે.ગુપ્તાના જણાવ્યા અનુસાર, હાલ હોસ્પિટલમાં ૨૦૦થી વધુ દર્દીઓનો ધસારો વધ્યો છે. હોસ્પિટલમાં પણ પૂરતી માત્રામાં વેક્સીનનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો વધુ વેક્સીન પણ મંગાવવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY