પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક દેસાઇ ની સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટીયાના નેતૃત્વ હેઠળ ડી.સ્ટાફના એ.એસ.આઇ નાજીરહુશેન અબડાને બાતમી મળેલ કે મણીનગરમા જાહેરમા ગંજીપાના વડે તીન પતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા (૧) ઉમેશભાઇ મોહનલાલ દરજી ઉવ.૩૮ (ર) મામદ રકીક ઉંમર સીદી ઉવ.રર (3) હીતેષ ધીરજલાલ ડોડીયા ઉ.વ.૩૪ (૪) વિક્રમ નારણ કોલી ઉ.વ.ર૮ (૫) મયુર મનુભાઇ કોલી ઉ.વ.૨૩ (૬) રહીમ હાજીશા ફકીર ઉ.વ.૨૮ રહે તમામ હીંમતપુરા ભચાઉ તથા નં.૩ વાળો રહે અંજાર વાળાને રોકડ રૂ.૧૦,૯૦૦/- મોબાઇલ ફોન નંગ-પ કીમત.રૂ.૫,૫૦૦/- કુલ રૂ.૧૬,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા, એ.એસ.આઇ.નજીર હુશેન પોલીસ કોન્સટેબલ હરપાલસિંહ જાડેજા ભારુભાઇ વ્યાસ, મહેશ ગૌસ્વામી, ભીખાભાઇ ચૌધરી નાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








