માહિરા ખાને બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી..?!!

0
10

કરાંચી,તા.૨
પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથેના સંબંધોને લઈ ચર્ચામાં છે. સૂત્રોના મતે, બંનેએ તુર્કીમાં સગાઈ કરી લીધી છે. આ સગાઈમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. સોશિયલ મીડિયામાં માહિરા તથા સલીમની તસવીરો વાયરલ થઈ છે, જે સગાઈ કરી હોવાનો દાવો કરે છે. જોકે, માહિરા અને સલીમે હજી સુધી સગાઈની સત્તાવાર જાહેરાત કરી નથી.
સલીમ કરીમ કરાચી સ્થિત સ્ટાર્ટઅપ કંપની સીમપૈસાનો સીઈઓ છે. આ સિવાય સલીમ ડીજે પણ છે. વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં ટીવી એપ્લિકેશન ‘ટેપમેડ ટીવી’ના લોન્ચિંગ પ્રસંગે માહિરા તથા સલીમ પહેલી વાર સાથે જોવા મળ્યાં હતાં.
માહિરાનું નામ આ પહેલાં રણબીર કપૂર સાથે જોડાયું હતું. માહિરા તથા રણબીર કપૂર ન્યૂયોર્કમાં રેસ્ટોરન્ટની બહાર સ્મોકિંગ કરતા જોવા મળ્યાં હતાં. આ સમયે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. જોકે, પછીથી રણબીર તથા માહિરાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY