‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું ટ્રેલર રિલીઝ

0
3

મુંબઈ,તા.૨
અર્જુન કપૂરની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું. ફિલ્મના ટ્રેલરને જાઈને લાગે છે કે આ એક રોલર કોસ્ટર રાઇડ હશે. ટ્રેલરમાં દેખાય છે કે અર્જુન પોતાની પાંચ લોકોની ટીમ સાથે કેવી રીતે જીવ જાખમમાં મૂકીને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને પકડવાની જવાબદારી લે છે. ખાસ વાત એ છે કે આ લોકો કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વિના તે આતંકીને પકડવાનું પ્લાનિંગ કરે છે. આ કામમાં તે માત્ર પોતાના મગજ અને અલગ-અલગ યોજનાઓનો ઉપયોગ કરે છે.
ફિલ્મને રાજ કુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે જે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘રેડ’ જેવી સફળ ફિલ્મ આપી ચૂક્યા છે. આ સફળતા બાદ જ રાજકુમાર ગુપ્તાને ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નો વિચાર આવ્યો. આ ફિલ્મ માટે અર્જુન કપૂર તેમની પહેલી પસંદ હતો. વર્ષ ૨૦૧૮માં મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ફિલ્મનું શૂટિંગ ભારત સાથે નેપાળમાં પણ કરાયું છે. ફિલ્મને ૨૪ મે ૨૦૧૯એ રિલીઝ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY