કરાંચી,તા.૧૬
પાકિસ્તાનની એક સ્કૂલમાં બાળકોએ બોલિવુડ ફિલ્મી ગીત ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ પર પ્રસ્તુતિ આપી હતી. આ કારણે સ્કૂલ ઉપર કાર્યવાહી કરતા સ્કૂલનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું છે. આ ઘટના કરાચીની છે. જે સમયે બાળકો ગીત ગાઈ રહ્યા હતા તે સમયે ત્યાં ડિસ્પ્લે સ્ક્રીન ઉપર તિરંગો લહેરાતો હતો.
ખાનગી સંસ્થાઓના નિરીક્ષણ/પંજીકરણ નિર્દેશાયલ, સિંધના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો જાયો હતો, જેમાં કરાચીમાં મમા બેબી કેર સ્કૂલના બાળકો શાહરુખ ખાનના એક લોકપ્રિય ગીત ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ પર પ્રસ્તુતિ આપતા હતા.
કરાચીના શિક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે આ પ્રસ્તુતિ ઘણી આપત્તિજનક અને રાષ્ટ્રીય ગરીમાની વિરુદ્ધ છે. નિર્દેશાયલ તરફથી સ્કૂલને મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે સ્કૂલના અધિકારીઓએ નિર્દેશાયલ સમક્ષ વ્યક્તિગત રુપથી ઉપસ્થિત થવું પડશે. સ્કૂલના પ્રશાસને પત્રનો જવાબ આપ્યો ન હતો. આ પછી સંબંધિત અધિકારીઓએ સ્કૂલની બધી બ્રાન્ચના રજીસ્ટ્રેસન સસ્પેન્ડ કરી દીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



