છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી સ્કૂલમાંથી સમિતિની સ્કૂલમાં પ્રવેશ લેનારની સંખ્યા વધી રાજ્યની ચાર મહાનગરપાલિકાની સમિતિની સ્કૂલમાં સૌથી વધુ પ્રવેશ માટે સુરત અગ્રેસર પાંચ વર્ષમાં સુરતની ખાનગી સ્કૂલમાંથી ૩૫૭૧૫ વિદ્યાર્થીઓએ સમિતિની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

0
7

સુરત,તા.૧૯
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચુ ગયા હોવાના આક્ષેપની વચ્ચે ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં ૩૫૭૧૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૨૮૫૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
રાજ્યની તમામ નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં ખાનગી સ્કૂલમાંથી પ્રવેશ મેળવવામાં સૌથી વધુ પ્રવેશ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મળ્યો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ સિદ્ધિ બદલ શિક્ષણ મંત્રી સમિતિનું સન્માન પણ કરશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૩૩૨ સ્કૂલોમાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિ અધ્યક્ષ હસમુખ પટેલ જણાવે છે કે સમિતિની સ્કૂલમાં સુવિધામાં વધારો કરવા સાથે શિક્ષણનું સ્તર સુધારવા અને કોમ્પ્યુટર વિષય તથા અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરાતા ખાનગી સ્કૂલમાંથી દર આ વિદ્યાર્થીઓ સમિતિની સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં ૨૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી સમિતિની સ્કૂલમાં આવ્યા છે.
સમિતિની સ્કૂલમાં કેટલીક હતી અને શિક્ષણના સ્તર વિશે ફરિયાદ થાય છે પરંતુ સમિતિ તેમાં સુધારો કરવા સતત પ્રયત્નશીલ રહી છે તેના કારણે ખાનગી સ્કૂલમાં થી વિદ્યાર્થીઓ સમિતિની સ્કૂલમાં એડમિશન લેવા માટે આવી રહ્યાં છે. તેણે વધુમાં કહ્યુ હતું કે રાજ્યની તમામ નગર સમિતિમાં સુરત એવી છે જેમાં સૌથી વધુ ૩૫૭૧૫ વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં થી આવ્યા છે. સુરતની આ સિદ્ધિ બદલ આવતીકાલે અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રીના હાથે સુરત શિક્ષણ સમિતિ નું સન્માન પણ કરવામાં આવશે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૬૦૦ સ્કૂલ છે. એમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાનગી સ્કૂલમાંથી ૨૫૦૦૦ ૮૯૩ વિદ્યાર્થીઓ આવ્યા છે. જ્યારે સુરત મહાનગર પાલિકાની ૨૩૨ સ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૫૭૧૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી સમિતિને સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત રાજ્યની અન્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નીતા પણ સુરતની સ્કૂલોમાં સૌથી વધુ ખાનગી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY